Tuesday, October 26, 2010

બેંગલોર માં બીજી નવરાત્રી

ગુજરાત છોડ્યા બાદ ગુજરાત ની સૌથી વધુ યાદ તો  નવરાત્રી ના સમય માં જ આવે. નવે નવ દિવસ ગરબા ની રમઝટ ગુજરાત ના દરેક નાના મોટા ગામ તથા શહેરો મા જોવા મળે છે. તાળીઓ ના તાલ નું સ્થાન હવે ઓરકેસ્ટ્રા એ લઇ લીધું છે અને નાની નાની શેરીઓ અને ચોક મા થતી ગરબી હવે મોટા પાર્ટી પ્લોટ માં થવા માંડી છે  પરંતુ લોકો નો જુસ્સો ઉમંગ અને ઇંતેજારી એવી ને એવી જ છે. હા,  કેટલાક લોકો ને આ નવ દિવસ કદાચ ઘોંઘાટ જેવા લગતા હશે, પરંતુ બહુમતી થી ચાલતા ધર્મ નિર્પેક્ષ્ એવા આપણા આ દેશ માં એવું તો ચાલ્યા કરે.  પરંતુ એક વાત તો નક્કી છે કે જયારે ગરબા ગાનાર ના  સૂર ઓરકેસ્ટ્રા ના તાલ સાથે વાતાવરણ માં ગુંજે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એનામા તલ્લીન થયા વગર રહી સકતી નથી.

એવું નથી કે બેંગલોર માં ગરબા રમાતા જ નથી, એ વાત મા કોઈ બેમત નથી કે  દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યા છે ત્યાં ત્યાં એવો એક પણ તહેવાર નહી હોય જે ઉજવાતો ના હોય, બંગલોર મા પણ ઘણી જગ્યા એ ગરબાઓ થાય છે અને અમુક જગ્યાએ નવે નવ દિવસ થાય છે પરંતુ મુશ્કેલી એ છે કે બેંગલોર માં બધુ ઘણું દૂર દૂર આવેલુ છે અને બીજે દિવસે ઓફીસ જવાના ચક્કર મા રોજ રોજ જવું  ઘણું મુશ્કેલ  બની રહે છે. પરંતુ દિલ હૈ કી સાલા માનતા હી નહી ! નોરતા આવે એટલે ગમેતેમ કરીને, નવ દિવસ નહી તો કઈ નહી ૧-૨ દિવસ તો, ગરબા રમવા જવા જોયે જ ને!

આ વખતે બેંગલોર મા થોડા વર્ષો થી રહેતા એક દૂર ના જૂના પડોશી એ :)  તેમના એપાર્ટમેન્ટ ના પાર્કિંગ મા ગરબા નું આયોજન કરેલું હતું અને અમને આમંત્રિત કર્યા હતા. અમે લોકો પણ પુરા ઉત્સાહ થી મિત્ર મંડળ સહીત  શોભા મા અભીવૃધી કરવા સમય અનુસાર જગ્યા એ પહુંચી ગયા ! આયોજકો એ  આયોજન કરવા મા ખુબ મહેનત કરી હતી પણ વ્યક્તિ ના ઉત્સાહ ને જયારે કલ્પના ની પાંખો લાગેલી હોય અને કોઈ અચાનક એ પાંખો કાપી નાખે અને કેવી હાલત થાય ? એવી જ કૈક  હાલત અમારી થઈ જયારે  ત્યાં પહુંચી અમે જોયું કે ગરબા પાર્કિંગ ની બદલે કોઈ એપાર્ટમેન્ટ મા આવેલા ચિલ્ડ્રેન'સ પ્લે એરીયા મા છે અને ગાયક અને ઓર્કેસ્ટ્રા ની બદલે લેપટોપ પર વાગતા ગીતો પર ગરબા લેવાના છે. એમાં પણ લોકો જે ઉત્સાહ થી ગરબા લેતા હતા એ જોઈને મને ખરે ખર આનંદ થયો. (એ દ્રશ્ય જોઈ મને મારા કોલેજ ના દિવસો યાદ આવી ગયા જ્યાં અમે કમ્પ્યુટર લેબ માથી કમ્પ્યુટર લઇ ગરબા ની સી. ડી. ચળાવી અને   ગીત કોઈ પણ ચાલતું હોય , ગરબા લેતા આવડતા હોય કે ના આવડતા હોય  મેદાન વચ્ચે આમ-તેમ દોડા-દોડી કરતા હતા.). ટુંકમાં એવી કાઈ ખાસ મજા આવી નહી અને મને લાગવા માંડ્યું હતું કે આ વર્ષ ની નવરાત્રી સાવ ફિક્કી જવાની છે.

બીજે દિવસે અમે બેંગલોર મા આવેલા ઇન્દીરાનગર ગુજરાતી એસોસીએશન દ્વારા કોઈ મંદિર ના હોલ મા આયોજીત ગરબા મા જવા નું નક્કી કર્યું. આ વખતે કોઈ જાત ની અપેક્ષા રાખ્યા વગર જવું એમ  વિચારી  રાત્રે ૧૦ વાગ્યે નક્કી કરેલી જગ્યાએ પહોચ્યા.  જેમ પોસ્ટ માસ્ટર ટીકીટ ચેક કરી એના પર પોસ્ટ ઓફીસ નો સિક્કો લગાડે એમ બહાર બેઠેલી બે બહેનો એ અમર હાથ પર શેનોક સિક્કો લગાડી આપ્યો.  પોસ્ટ થયેલી ચિઠ્ઠી ની માફક અમે હોલ મા પ્રવેશ્યા. જગ્યા નાની હતી પણ નવરાત્રી નો માહોલ લાગતો હતો. લાઈવ ઓર્કેસ્ટ્રા હતું અને  મોટા ભાગ ના લોકો ટ્રેડીશનલ ડ્રેસ મા હતા. મારે તો કઈ રમવાનું હોતું નથી એટલે હું આમતેમ ખાલી જગ્યા શોધવા લાગ્યો. થોડી વાર પછી કેટલાક લોકોએ હિંમત કરી ગરબા લેવાના ચાલુ કર્યાં.  એમનું જોઈ ને બાકીના લોકો પણ જોડાઈ ગયા. જેમ હંસો ના ટોળા માં બગલા અલગ તારી આવે એમ અમુક લોકો અલગ જ તારી આવતા હતા. અમુક લોકો ને જોઈ ને મને પણ જુસ્સો આવ્યો અને લોકો શું વિચારશે એનો વિચાર કર્યાં વગર યા હોમ કહીને હું પણ કુદી પડયો.  અને બગલા ના ટોળા માં શામેલ થઈ ગયો. કોઈ પણ જાત ના તાલ મેળ વગર હું પણ ગરબા લેવા માંડ્યો. લોકો જયારે ડાબી બાજુ તાળી પડે ત્યારે હું ચક્કર ફરતો અને જયરે લોકો ચક્કર ફરે ત્યારે હું તાળી પડતો ! મને ગરબા લેતો જોઈ ને ઘણા લોકો ને પ્રેરણા મળી હોય તેમ વધારે લોકો બગલા ના ટોળા માં શામેલ થઈ ગયા ! કદાચ પહેલી વાર હું ગરબા આટલા દિલ થી રમ્યો હઈસ.  ખરેખર મજા આવી ગઈ.

એ દિવસે હું એટલું રમ્યો કે બીજા બે દિવસ સુધી પગ દુખવા લાગ્યા ! અને ત્યારે નવે નવ દિવસ ગરબે રમતા લોકો પ્રત્યે ખરેખર માન ની લાગણી થઈ આવી અને એ વાત નો અહેસાસ થયો કે આઇ.ટી. ઇન્ડસ્ટ્રી ની ભેટ સ્વરૂપ બેઠાડું જીવન થી ભવિષ્ય માં શું શું થઈ શકે છ.

-પરીક્ષિત ગોહિલ

નોંધ : ૧૨ સાયન્સ ની પરીક્ષા પછી આ પહેલીવાર આટલું બધુ ગુજરાતી માં લખ્યું છે એટલે ભૂલ-ચૂક સુધારી વાંચવા વિનંતી. :)No comments:

Post a Comment